વાત મારી જેને સમજાતી નથી,
એ ગમે તે હોય ગુજરાતી નથી.
~ ખલીલ ધનતેજવી
ગુજરાતી અને ઉર્દુ ભાષાના ગઝલકાર ખલીલ ઇસ્માઇલ મકરાણી જેમને આપણે ખલીલ ધનતેજવીના નામે ઓળખીએ છીએ. જેમનું ૪ એપ્રિલ ૨૦૨૧નાં રોજ ૮૮વર્ષે દેહાંત થયેલ છે. જેઓએ આપણને 'સાદગી', 'સુર્યમુખી', 'સાંવરિયો', 'સોપાન' વગેરે જેવા અનેક ગઝલસંગ્રહ આપ્યાં છે. આ ઉપરાંત 'મીણની આંગળીએ સૂરજ ઊગ્યો', 'સાવ અધૂરા લોક', 'લીલોછમ તડકો' વગેરે જેવી અનેક નવકથાઓ પણ આપણને આપી છે.
સન ૨૦૦૪ મા કલાપી પુરસ્કાર તેમજ સન ૨૦૧૩ મા વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને સન ૨૦૧૯ મા નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આજે આપણે સર્વે મિત્રોએ આવા ગુજરાતી ભાષાનાં અને ગુજરાતના ખૂબ સારા ગઝલકાર ખલીલ સાહેબને ખોયા છે. પરંતુ કહેવાય છે ને ઇશ્વરનો હુકમ થાય ત્યાં કોઇ નું કશું ચાલતુ નથી. આજે જ્યારે ખલીલ સાહેબની દુઃખદ વિદાય વેળાની યાદમાં તેમની જ કેટલીક ગઝલના કેટલાંક શેરને અમારાં વાર્તાવિશ્વ પરિવારના સભ્યો દ્વારા પ્રસ્તુત કરી, ખલીલ સાહેબને સ્મરણાંજલી અર્પીએ છીએ.
અમારો આ વીડિયો તમને અમારી youtube ચેનલ નવરંગી નાટકોને વાચા પર જોવા મળશે. જેમની લિંક અહિયાં આપવામા આવી છે. તો આવો સાથે મળીને અમારાંઆ વીડિયો થકી આપણે સર્વે ખલીલ ઘનતેજવી સાહેબને શ્રધ્ધાંજલી આપી ઈશ્વરને પ્રાથના કરીએ કે ખલીલ સાહેબની દિવ્ય આત્માને શાંતી અર્પે.
🙏 ૐ શાંતી 🙏
👉 https://youtu.be/rXKzoFzBUPE 👈