સપનું મારું..
બંધ પાંપણ મા સમાયું એક સપનું
જોજો અવાજ ના કરતા,
તૂટી જશે સપનું મારું
ને ખરી પડશે આંસુ એક..
બંધ પાંપણ મા સમાયા છે શમણાં અનેક
જોજો હાથ ન અડાડતા,
તૂટી જશે સપનું મારુ
ને વિખેરાઈ જશે શમણાં અનેક..
બંધ પાંપણ મા સમાઈ છે દુનિયા મારી
જોજો ઠોકર ન મારતાં,
તૂટી જશે સપનું મારું
ને ખોરવાઈ જશે પ્રતિબિંબ તમારું..
-Ek Vichar ❤️