ન હોય અંત 'કૃતિ ' આત્માના ,
માત્ર બોજ સઘળા બાંધવાના.
ગાળી હોય એકલતા તોયે ,
ભીડના પાસાં ભીંસવાના .
રહી જાય માત્ર દેખાવ જ્યાં
હાસ્ય વેચી વેદના વેઠવાના .
લોકલાજ ના ખોળિયા ઓઢી ,
નૈતિકતા ના ટોપલા ઓઢવાના .
રહ્યા ક્યાં બંધનો મન ના હવે ,
દેખા દેખી ના ડોળા તોળવાના .
થતું તે જ થાય છે આખો ભીંજાય છે ,
મોટેરા માટ ના ભાર ઠીકરી એ જેલવાના.
પલળ્યા બાદ ,ના વેગળા રહીયે શકીયે ,
કોરાપ લઇ તમે ક્યાં ક્યાં ભટકવાના ?
ભાખી શક્યા હોત જો કાળના કાવતરા ,
અંત ના ઓઢણે જાતે શા માટે ? પોઢવાનાં.
કૃતિ