Gujarati Quote in Story by Anubhav ni yaad hamesha

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બરાબર નવ વાગે લાઈનમાં ઊભી રહી ગઈ હું. લોકડાઉન પછી પેલી રેશનિંગની લાઈનમાં ઊભા રહેતા ને એવી રીતે લાઈનમાં ઊભા રહેવાના અનુભવો થતા જ રહે છે. આજે પણ લગભગ સો-સવાસો માણસ તો ઊભું જ હશે લાઈનમાં. શું પૂછ્યું? શેની લાઈન છે આ? અરે ના ના ! નાસ્તો, દૂધ કે કરિયાણું લેવા નથી આવી હું. આ તો કોરોના વેક્સિન લેવા માટેની લાઈન છે. હા ! ચાલીસથી લઈને સાંઠ-સિત્તેર ની ઉંમર સુધીના લોકો ઊભા છે અહીં. અંદરની પ્રોસેસ તો હજી ખબર નથી, પણ કદાચ અહીં નિ:શુલ્ક રસી આપે છે એવું સાંભળ્યું છે.
અને એક માણસે જાહેરાત કરી કે પિસ્તાલીસથી નીચેનાને અહીં રસી આપવામાં નહીં આવે એટલે ખોટા લાઈનમાં ન ઊભા રહેશો. કાણાવાળી ચારણી પાણી ભરેલી ડોલમાં બોળીએ, ભરીને બહાર કાઢીએ અને બે ક્ષણ પૂરતા જ ટકતાં પાણીની જેમ લગભગ પા જેટલું લોક નીકળી ગયું.
એક મોટા હૉલમાં સોશિયલ ડિસ્ટન્સે એટલે કે શારીરિક અંતરે ખુરશીઓમાં બાકીનાં બધાં 'c' આકારમાં ગોઠવાઈ ગયાં. સવા નવ ઉપર થયું છે. મારી નજરમાં જેટલા સ્ત્રી-પુરુષો પડી રહ્યાં છે એમાંથી માત્ર ચાર-પાંચ જણ ફોન મચેડી રહ્યાં છે. (મને ગણીને હં) વીસ-પચ્ચીસ ટકા વાતો કરી રહ્યાં છે, ધીમે ધીમે. ને બાકીનાં ચૂપચાપ બેઠાં છે ! અમુક પુરુષો તો અદફ વાળીને બેઠા છે. એક દાદી પણ દેખાઈ રહ્યાં છે. સીત્તેરની આસપાસનાં તો હોવા જોઈએ. ગુલાબી કલરનું ટેરિકોટનનું ગાઉન-નાઈટ ગાઉન-(હવે ગાઉનની ડેફિનેશન આપવી પડે ભઈ. કૉલેજમાં ને બજારમાં યુવતીઓ-સ્ત્રીઓ લાંબાં ઘેરવાળાં ને ભલભલી ચટીપટીવાળાં ફ્રોક ટાઈપ જે પહેરે છે એનેય ગાઉન જ કહે છે ને?!) પહેરીને બેઠાં છે. મસ્ત રૂપેરી વાળનો પ્રમાણમાં સાવ નાનો ન કહેવાય એવો અંબોડો વાળ્યો છે, ચસોચસ, નાનકડી મોસંબી જેવડો. મરૂન કલરનો ટચલી આંગળીથી થાય એવડો ચાંલ્લો ને કાળા ફ્રેમના ચશ્મા.

અરે ! એકાએક કેમ ઊભાં થઈને જવા માંડ્યાં બધાં? ક્યાંક ઝઘડા કરતાં ભેગું થયેલું ટોળું, ના ટોળાં દેખાવા માંડ્યાં, નાના નાના. ઓહો ! જાહેરાત થઈ છે કે આજે વેક્સિનેશન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે. પત્યું ! રવિવારની સવાર બગડી છે ઘણાની. કાર્યકારી અધ્યક્ષને ફોન પર ફોન મારવાના શરૂ થઈ ગયા છે. એની આટલી હિંમત ! એમ કેમ બંધ રાખી શકે એ?
ચાલો, અમે તો ઘર તરફ પ્રયાણ કરી દીધું છે. શું ફાયદો કોઈને ફરિયાદ કરવાનો? અપને હી કરમ ફૂટે સો...

Gujarati Story by Anubhav ni yaad hamesha : 111686793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now