Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે ‌ હંમેશા કહેતા હોય છીયે કે ... મારા મનમાં આવો વિચાર છે , મારુ મન અશાંત છે , મારા મન નાં તરંગો વગેરે વગેરે..

પણ આપણે એ નહીં બોલીયે કે હું વિચાર , હું અશાંત કે હું લાગણી.માટે એ તો સાબિત થઇ શકે છે કે આપણું 'હુ' અને 'મન' બંને અલગ-અલગ છે. આપણા નાનપણની વાતો ને આપણું મન આગળ જતાં એક રીતે ભંડકિયામાં છુપાવી દે છે કારણકે હિનતા અને અસુરક્ષાની ભાવના આપણને ડરાવી દેતી હોય છે માટે જ ક્યારેક સંમોહિત વ્યક્તિ ક્યારેક આ સ્ટેજ પર પહોચે તો તડપતો હોય છે.

મન ની બધી ચાલાકી , આપણા અનુભવો જ ઘડે છે પણ જ્યારે એ જ ચાલાકી આપણા હાથમાં ન રહે ત્યારે આપણે જ આપણા દુશ્મન બની જાય છીયે.

પશ્વિમ નો પહેલો વિચારક , સિગ્મંડ ફ્રોઈડ કે જેમણે મન નો અભ્યાસ કર્યો હતો તેનાં કહેવા મુજબ , આલ્ફા તરંગો , જગ્ગી વાસુદેવ ના વર્ણવેલા તરંગો વગેરે મનની વૈચારિક અવસ્થા અંગે વધુ કહે છે. પરમ સમાધીવસ્થા કે ઉંડી નિન્દ્રા માં પણ વિચાર ની કવોન્ટીટી એકદમ ઓછી હોય છે માટે જ હમણાં હમણાં ' સ્લીપ મેનેજમેન્ટ' જેવી બાલિશ પદ્ધતિ આવી છે જેમાં આપણે ખુદને સંમોહિત કરી વિચારો ને આપણી અપેક્ષાઓ મુજબ ઢાળી શકીએ છીએ.
રાતનો છેલ્લો વિચાર , આવતી સવારનો પહેલો વિચાર જ હોય છે . પણ દુર્ભાગ્યે આજના સમયમાં એવા ખોવાઈ ગયા છીએ કે આપણો સૌથી નજીકનું સ્વજન આપણા થી દુર છે.
વેદોમાં કહ્યું છે કે , કળીયુગમાં માત્ર ભગવાન ના નામ સ્મરણથી જ મોક્ષ મળશે. કારણકે સતયુગમાં ભગવાન હાથવેંતમાં જ હતાં , માટે તેમને અલગથી વ્યવસ્થા કરવામાં આવતી . આ જ હાલત દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં પણ આવી , કર્મ અને ક્રીયા બેય એકબીજાથી નોખાં પડવા લાગ્યા. આખિરમા કળિયુગ આવતા ક્રીયા નું મહત્વ ઘટી ગયું અને વિચારો નો મારો વધી ગયો.
પુણ્યાત્માઓને આ સ્થિતિ ની પહેલાંથી જ જાણ હતી માટે જ તેઓ એ કહ્યું કે કળિયુગ માં વિચારો ની કવોન્ટિટી જેટલી ઓછી હશે તેટલાં તમે મોક્ષની પ્રાપ્તિ માટે લાયક ગણાશો.

આમતો આવી ઘણી વાતો છે મન માટે , પણ બાકીનું આજના મેનેજમેન્ટ ગુરુઓ પર છોડી દો.

Gujarati Thought by Jay Vora : 111685874
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now