ડેકાર્ટ કહેતા હતા તેમ આપણા દિમાગમાં ખરેખર વિચારોની ભીડ જામેલી છે. એક વિચાર બીજા વિચારને અથડાય છે. ત્રીજાને પગ કચડે છે. માણેક ચોકના ટ્રાફિકની જેમ વિચારો બેફામ રીતે હર ફર કરે છે. આપણે એ ટ્રાફિકને વ્યવસ્થિત કરવાની કોશિશ કરતા નથી અને એથી દિમાગ કોઈક બીમાર શહેરની મ્યુનિસિપાલિટી જેવું બની જાય છે.
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi