હરિ રંગે રંગીલા રહે, તેનો હોય એક રંગ
સદા રંગમાં રાતો રહે, પડે ન રંગમાં ભંગ
દુનિયા દો રંગી ઘણી, નવા નવા રંગ લાવે
રંગ પતંગનો જુઠો, અંતમાં ઉડી જાવે
શીતલ સરોવર શાંત, જેના હ્રદિયા ધીર ગંભીર
ઉણપ મનમાં આણે નહી, આતમ રહેવે અમીર
ત્રિવિધ તાપે તપતાં રહે, માનવ સંસારી મન
સંત સરોવર સાંપડે, તો ટાઢક વળે તન
દરિયા રાખે દિલને, ઓછપ જરા આવે નહી
નદી નીર સાગર ભરે, સંઘરે તોય છલકે નહીં
જેનાં દર્શનથી દિલ ઠરે, પ્રજળે સઘળાં પાપ
એવા સંતને સેવીએ, ખોઈ અંતરનું આપ
મન માંહ્યલાને વારીએ, દઈએ હરિમાં દિલ
વિશ્વાસ એવો રાખીએ, ન કોઈ દાવો દલીલ
મન માયલું પોતા મતું, ભમે પોતાની રીત
ચંચલ મન છલીલઘણું, ભમે જ્યાં ત્યાં વિપરીત
સમજાવીએ પણ સમજે નહી, કરે ખોટા દાવા દલીલ
અજ્ઞાનીને અથડાવે ઘણું, થઈને ઘણું છલીલ
મને બહુ બહુ મારીયા, મોટા મોટા મહિપતિ
સાધુ સન્યાસી ફકીર, તેની કીધી દુર્ગતિ
મન હઠીલું માને નહીં, કરોડ કરીએ વાત
પોતે પોતાનું રાખે, અવળું ચાલે આપ
સંસારની વાતો સાંભળે, હરદમ રહે હોશિયાર
સાચા સુખની ખબર વિના, વિષય ને કરે પ્યાર
મન તો મનની રીતે રહે, પણ તું કાં તેવો થા
તું તને જો સમજી જા, તો સાચું સમજાય આ
સાચું સમજાય જો આ, તો ક્યાં વડી વાત છે
સમજાય તો ઘણું સહેલું છે, નહીં તો તેનું તે છે
જો એવું છે તો આજથી, કરતો થા નીજ કર્મ
નીજ વાતને વળગી રહેતાં, સાચો સમજાશે મર્મ
આળસું કાં થઈ રહ્યો, વખતનો કર વિચાર
પ્રમાદમાં પડ્યો રહીશ, તો ગુમાવીશ સઘળું ગમાર
અવસર ઉત્તમ સાંપડ્યો, મહામુલો કહેવાય
સહજમાં સરકી જશે, પકડ્યો નહીં પકડાય
ક્ષણે ક્ષણે સંચરે, તેમ રાત-દિવસ વહ્યાં જાય
માસ-દિવસ-વર્ષો વિતે, તેમ જીવન સરકી જાય
સબ કોઈ મર જાત હય, કાળ જાળકી પાસ,
રામ નામ પુકારતાં, કોઈક ઉબરા દાસ.
એક બુંદકે કારને, રોતા સબ સંસાર,
અનેક બુંદ ખાલી ગયે, તિનકા કોન બિચાર.
મરતેં મરતેં જુગ મુવા, અવસર મુવા ન હોય,
દાસ કબીર! યું મુવા, બહોર ન મરના હોય.
જો મરનેસે જગ ડરે, સો મેરે મન આનંદ,
કબ મરીયે કબ ભેટીએ, પુરન પરમાનંદ.
મરૂં મરૂં સબ કોઈ કહે, મેરી મરે બલાય,
મરના થા સો મર ચુકા, અબ કોન મરેહિ જાય.
મન મુવા માયા મુઈ, સંશય મુવા શરીર,
અવિનાશી તો ના મરે, તું ક્યું મરે કબીર.
જીવતસેં મરનો ભલો, જો મર જાને કોય,
મરને પહેલે જો મરે, કુલ ઉજીયારા હોય.
મરતેં મરતેં જુગ મુવા, સુત બિત દારા જોય,
રામ કબીરા યું મુવા, એક બરાબર હોય.
ના મુવા ના મર ગયા, નહિં આવે નહિં જાય,
એ ચરિત્ર કરતારકા, ઉપજજેં ઔર સમાય.
જોય મરે સો જીવ હય, રમતા રામ ન હોય,
જન્મ મરણસે ન્યારા હય, સાહેબ મેરા સોય.
હરિ મરી હે તો, હમ હું મરિ હું,
હરિ ન મરિ હે, તો હમ કાહે મરિ હું?