"શીખામણ"-
-@nugami.
શીખામણ આ શબ્દ દરેક વ્યક્તિના જીવનમાં મોટો ભાગ ભજવે છે.
કોને ક્યારે કેવી શીખામણ આપવી? કે
કોની ક્યારે કેવી શીખામણ લેવી? એ વ્યક્તિ ના મનની પરિસ્થિતિ પર આધારિત છે.
દરેક વ્યક્તિ પાસેથી આપણને સાચી જ શીખામણ મળે ,એ જરૂરી તો છે નહિ.
અમુક વ્યક્તિ એવા હોય છે,જે શીખામણ ના આપતાં એવી બીજી બધી વાતો કરી જાય છે,કે આપણા મન ના તરંગો માં ભૂકંપ આવી જાય છે.
એટલે એવા નકારાત્મક વિચારો ધરાવતા વ્યક્તિ કે આપણા થી તદ્દન વિરોધાભાસ વિચારો વાળી વ્યક્તિની શીખામણ તો ભુલથી પણ ન લેવી.
એવી વ્યક્તિની પણ શીખામણ લેવી ના જોઈએ,કે જે વગર વિચાર્યું બોલતી હોય,એની પાસે તમે જે બાબતે શીખામણ લેવા ગયા હોય એનો કોઈ અનુભવ એને ના થયો હોય,કે એણે ના તો સાંભળ્યો હોય.
વ્યક્તિ અનુભવ પ્રમાણે શીખામણ આપે છે.જે આપણાં અનુભવ થી તદ્દન અલગ હોઇ શકે.
અમુક વ્યક્તિ પોતાનું Status સચવાય એ રીતે શીખામણ આપે છે,એની સત્તાના અભિમાન માં.
અમુક વ્યક્તિ પોતાને વધુ સારી ગણાવવા પોતાના વિચારો બીજા પર થોપે છે.આમ ઘણાં બધા કારણો છે બીજા ની શીખામણ ના લેવાના.
ઘણીવાર એવું બને છે કે,આપણે જેના મંતવ્યો જાણવા જે વ્યક્તિ પાસે ગયા હોય અને એ વ્યક્તિ પોતાના જ રોદણાં રોવા લાગે એવી વ્યક્તિ પાસે ભુલથી પણ નહિ જવું.કારણ, એનામાં વિચારવાની ક્ષમતા કે સચોટ નિર્ણય લેવાની ક્ષમતા હોતી નથી. કારણ, એનામાં ધીરજ નથી હોતી બીજા ને સાંભળવાની.
શીખામણ તો એની લેવી જોઈએ, જેને તમે વાત કરતા હોવ,અને તમારી વાત સાંભળતા જ સામેની વ્યક્તિ ગળગળી થઈ જાય, તમારી વાત સાંભળતા જ એના મોંમાંથી એજ શબ્દો નીકળે ,જે તમે સાંભળવા માંગતા હોવ. તમારા શુભ ચિંતક હોય,તમને એ પહેલાથી જ જાણતા હોય,તમારી દરેક બાબતને શાંતચિત્તે સાંભળવાની ક્ષમતા ધરાવતા હોય. અને સાચા ખોટાનું વિશ્લેષણ કરવાની આવડત હોય.
અહીં જે વ્યક્તિ શીખામણ સાચી આપશે એ સૌ પહેલાં તો શાંત મન થી તમારી વાત સાંભળશે,પછી તમને તમારી ઈચ્છા પૂછશે,અને ત્યાર પછી જ એ આપણ ને સાચું શું છે અને ખોટું શું છે,એ સમજાવશે.
જેની સાથે વાત કરી ને તમારું મન હળવું થાય ,તો સમજવું કે અહીઁ શીખામણ સારી અને સાચી જ મળી છે.
સૌથી વધારે સાચી શીખામણ આપનાર હોય તો એ છે વ્યક્તિનું પોતાનું હૃદય.
એ હંમેશા સાચું જ હોય છે.પણ એને સમજવા વ્યક્તિના વિચારોમાં તટસ્થતા હોવી જોઈએ.સામાન્ય રીતે મન અને હૃદય એકબીજા થી વિપરીત હોય છે.પણ જે નિર્ણય લેવાથી પરિસ્થિતિ બંનેની તટસ્થ હોય તો સમજવું કે તમારો નિર્ણય બરાબર છે.
પછી બીજાની શીખામણ લેવાની જરૂર રહેશે નહિ.
મૂળ વાત એ છે કે,કોઈ પણ પરિસ્થિતિ હોય, મન ના વિચારો ને પોતાના પર હાવી થવા નાં દેવા જોઈએ.
વ્યક્તિના મનની તટસ્થતા એટલી મજબૂત હોવી જોઈએ,કે એને શારીરિક કે માનસિક રીતે કોઈ તોડી શકે નહિ.ના પરિસ્થિતિ કે ના કોઈ વ્યક્તિની અણગમતી શીખામણ.
-@nugami.