Gujarati Quote in Good Night by ANAND SAMANI

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્પર્શ... એક મૌન ભાષા...

જો સાવ સચવાયેલી અને મૂંગી
છતાંય ભીની ભાષા જો કોઈ હોય તો એ છે સ્પર્શની ભાષા…
સ્પર્શ જેટલું બોલે છે જેટલી વાતો કરે છે જેટલું કહી જાય છે એટલું સામર્થ્ય કોઈ પણ શબ્દો આજ સુધી કેળવી શક્યા જ નથી કદાચ... કેટલા પ્રકારના સ્પર્શ હોય છે!
વરસાદની મોસમમાં સાવ અચાનક આંખ પર પડતાં ટીપાંનો સ્પર્શ !
આહ નીકળી જ જાય એવો આહલાદક….
કોઈની હથેળીમાં તમારું કે પછી તમારી હથેળીમાં કોઈનું એક આંસુ પડે
એટલું સૌભાગ્ય પણ જો મળે તો કદાચ એ હથેળી દ્વારા થયેલ સઘળાય પાપ ધોવાઇ જાય!કામની વ્યસ્તતા વચ્ચે કોઈ પતંગિયું ખભા પર આવીને બેસી જાય
ત્યારે મશીન બની ગયેલ માનવજાત ને મળે રંગોનો સ્પર્શ …
ને સમીરની ઠંડી હળવી લહેરખી જાણે પોતાની સાથે લઈને આવતી હોય છે
દૂર વસેલા કેટલાય પોતીકા લોકોના સ્પર્શના અહેસાસ અને સરનામા….પ્રેમનું આલિંગન એટલે એક આગવી હૂફનો સ્પર્શ…
દોસ્ત પાસેથી મળેલી જાદુ ની જપ્પી એટલે સાવ નિસ્વાર્થ અને દુનિયાનો કદાચ સૌથી વધારે પવિત્ર સ્પર્શ…

સ્પર્શ બધું જ કહી દેતો હોય છે!
નજીકના મિત્ર સાથે થતું હસ્તધૂનન અને બોસ સાથે થતું હસ્તધૂનન બંને માં જમીન આસમાનનો તફાવત જોવા મળે!જે હાથ તમારા ગજવાની પહોંચ ના કારણે લંબાય અને જે હાથ મદદ કરવા એ બંનેની પરિભાષા અલગ હોય છે…
કારણકે સ્પર્શ એ હદયની લાગણીનો સંદેશાવાહક હોય છે!
જે લાગણી મુક રીતે જ વ્યક્ત થઈ જતી હોય છે!ભલેને કઈ પણ હોય!
જમાનો બદલાઈ ગયો હોય તોય એક હસતી રમતી કુદતી સ્વતંત્ર અને સાહજિક સ્ત્રીને પણ જ્યારે હસ્તમેળાપ વખતે પ્રિયનો સ્પર્શ થાય ત્યારે ધ્રુજારી નું ઘોડાપૂર આવી જતું હોય છે
એ જ રીતે
સિંદૂર પૂરવા માટે આગળ વધેલા હાથનો સ્પર્શ ધબકાર ચુકાવી દેતો હોય છે!એ જ રીતે પ્રેમમાં પડેલી સ્ત્રીને ઉતેજના અપાવતા સ્પર્શ કરતા વધારે પ્રિય સ્પર્શ હૂફ , વહાલ અને સલામતીનો હોય છે !
કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાના પ્રિય પુરુષના માથા પર વહાલ થી હાથ ફેરવે ત્યારે એ સ્પર્શ ખરેખર પૌરુષત્વ ને વહાલ કરતા શીખવતો હોય છે કે પછી કોમળતા બક્ષતો હોય છે!ત્યારે કદાચ એને પોતાની માં જ દેખાતી હોય છે!

સ્પર્શની ભાષા શ્લોકથી પણ વધારે વિસ્તૃત અને પવિત્ર છે સ્પર્શ એટલે પૂજા! જે સ્પર્શ માં શાંતિ હોય , હૂફ હોય , સલામતી હોય , પ્રેમ હોય , વ્હાલ હોય , આનંદ હોય ત્યારે એમાં ઈશ્વરનો સાક્ષાત વાસ હોય છે!
Copy and credit @Malavia

Gujarati Good Night by ANAND SAMANI : 111680477
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now