Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સાડા ત્રણ મણનું સુતર ગૂંથાયું,
તેનો હાથ ન લાગ્યો તાર...
શુ કરે બુદ્ધિ બાપડી,
જેના ઘટમાં ઘોર અંધકાર - ટેક

તે અંધારું ઉલેચવા ભલે ને,
અનેક કરે ઉપાય...
અનુભવ અર્ક ઉગ્યા વિના,
કોઈ કાળે અળગું ના થાય - ટેક

ક્યાંથી જીવ આવ્યો પિંડ મધ્યે,
ક્યાં તેનો વાસ...
પિંડ પડ્યા પછી એ ક્યાં જશે,
એની કોઈએ ન કરી તપાસ - ટેક

એમ વિચાર વિનાના બહુ ગયા,
ગયા ઘસતા હાથ...
સદગુરુ લક્ષ્ય સેવ્યા વિના,
કેમ મળે દીનાનાથ - ટેક

તૃષા મટે નહિ જળ વિના,
ભૂખ ભોજન વિના ના જાય...
ગુરુ વિના હરિ ના મળે,
ભલે ને કરે કોટી ઉપાય - ટેક

થોડામાં ઘણું કહ્યું એ તમે,
કોઈના બેસસો ઘાટ...
કહે ' છોટમ ' સજ્જન સમજશે,
દુર્જન ભમે બારે વાટ - ટેક

Gujarati Religious by બાબા સત્સંગી : 111680026
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now