Gujarati Quote in Blog by Darshana Hitesh jariwala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી બહુ જ ખૂબસૂરત છે, આ જિંદગીમાં બધું મળતું નથી, પરંતુ જે મળ્યું છે એને તો ના ખોવો.. મન ભરીને જીવી લો. કુદરતના દરેક ફેસલા ને હસતા હસતા અપનાવી લો, જ્યારે દુઃખ આપે છે, ત્યારે જરૂર કંઈક શીખવી જાય છે. હિંમત રાખો! જો હારી જશો, તો તમે એ વ્યક્તિને જીતાડો છો, એ પરિસ્થિતિ ને જીતાડો છો.. તમે ફેલિયર છો, એ કોઈ જિંદગીનો અંત નથી.. ફરીથી કોશિશ કરો.. ફરીથી ઊભા થાઓ..

લોકોનું તો શું છે.!! બે દિવસ સહાનુભૂતિ બતાવશે, વાતો કરશે.. અને ત્રીજે દિવસે જેવા હશે તેવા.! આત્મહત્યા કરતા પહેલા એકવાર તમારા પરિવારનું જરૂરથી વિચારજો..

એક છોકરીએ પ્રેમમાં નિષ્ફળતા મળી, અને તેણે આત્મહત્યા કરી, પ્રેમમાં નિષ્ફળતા મળે, તો શું આત્મહત્યા કરી લેવી જોઇએ.! જિંદગી ખૂબસૂરત છે, સાથ છોડે, એવા હમસફર કરતા, તો એકલા રહેવું વધુ સારું.. જિંદગીમાં કરવા માટે ઘણું બધું છે, તે કરો... પણ આત્મહત્યા નહિ કરો..

કોઈ દુઃખીને તમે સુખ આપી દો, જેને જે વસ્તુની જરૂર છે, તે વસ્તુ આપી દો.. પરિસ્થિતિને સમજો પણ આત્મહત્યા નહિ કરો..

જ્યારે પણ તમને એવા વિચારો આવે, ત્યારે ભગવાનના મંદિરમાં જવું... કલાક, બે કલાક જ્યાં સુધી, વિચારો શાંત ના થાય, ત્યાં સુધી ભગવાનના શરણે બેસી રહેવું, તમારા મમ્મી પપ્પાને ફોન કરો, તમારા મિત્ર મંડળને ફોન કરવો, તમારા ભાઈ બહેન ને ફોન કરો, તમને જેની સાથે ખૂબ બને એવા વ્યક્તિને ફોન કરવો, એ પળને સાચવી લો પણ આત્મહત્યા ના કરો, આત્મહત્યાનાં કોઈપણ સમસ્યાનું સમાધાન નથી..

મારા વાલા યુવા મિત્રો, જરાક તો બુદ્ધિથી કામ લો, જરાક તો બુદ્ધિથી કામ લો.. તમે શું કરી રહ્યા છો !? એકવાર તો વિચાર કરો..

તમારા મા-બાપને આખી જિંદગીનો અફસોસ નહિ આપો.. અને દરેક મા-બાપને નમ્ર વિનંતી છે કે પોતાના સંતાનને જો ટેન્શન હોય તો એને પ્રેમ આપો, લાગણીની હુંફ આપો.. એને નફરત નહિ કરો, એને કતું વચનો નહિ બોલો, એ દિલ ખોલી તમને કહી શકે, એવો ઉછેર આપો..

યુવા મિત્રો આત્મહત્યા કરવી આ યોગ્ય નથી, મહેરબાની કરો હવે.. નાનામાં નાની વાત મા બાપ સાથે શેર કરો.. મા-બાપથી બીજું કોઈ આપણું પોતાનું નથી હોતું..એમને સમજો..

આત્મહત્યા કરવાના વિચારને માંડીને જીવવાનું એક કારણ શોધી લો.. આ એક કારણ જ જિંદગી જીવવા માટે પૂરતું છે..

કારણ કોઈ પણ હોય જિંદગી સામે ખૂબ જ નાનું છે..
જ્યારે વ્યક્તિને ખોવી દઈએ, ત્યારે તેની કિંમત થાય છે.. દરેક વ્યક્તિએ જીવતા જીવ એ વ્યક્તિની કિંમત કરી લેવી જોઈએ..થોડો પ્રેમ, થોડો સપોર્ટ આપી દઈએ.. જેથી એ વ્યક્તિને જીવવાનું મન થાય.

🙏જય શ્રી કૃષ્ણ 🙏 🌺રાધે રાધે🌺

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111677773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now