Gujarati Quote in Book-Review by mira

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાભારત અને તેમાં છુપાયેલી ટેકનોલોજી
યુવાનોને મોટે ભાગે ધર્મની વાતો ન ગમવા પાછળનું કારણ તેમાં મોટાભાગે ચમત્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ચમત્કારો હકીકતમાં તે સમયના એડવાન્સ લેવલના સાયન્સ અને ટેક્નોલોજી ના પ્રતાપે શક્ય બન્યા હતા. મહાન ભૌતિક વૈજ્ઞાનીક નિલ્સ બોહરે એક વાર કહેલું કે "મને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો તેને ઉકેલવા હું ઉપનિષદોનો સહારો લઉં છું."

આજથી લગભગ 5000 વર્ષ પહેલાં કૌરવો અને પાંડવો વચ્ચે રાજગાદી બાબતે થયેલા વિવાદને લીધે યુદ્ધ થયું હતું. આ સમગ્ર યુદ્ધનું વર્ણન એટલે મહાભારત. જે ૧૮ દિવસ સુધી કુરુક્ષેત્રના મેદાનમાં ચાલ્યું હતું. આ દરેક દિવસોને અલગ અલગ પર્વોમાં વર્ણવવામાં આવ્યા છે. જેમાં સમગ્ર યુદ્ધ અને એ સમયનું વર્ણન ખુબ જ બારીકાઈથી થયેલું છે. મહાભારત એક લાખ સંસ્કૃત શ્લોકો ધરાવતો વિશાળ ગ્રંથ છે. આથી તે મહાકાવ્ય તરીકે ઓળખાય છે.

મહાભારતના સમયગાળા દરમિયાન એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ, ન્યુક્લિયર પાવર ટેકનોલોજી, મેડિકલ સાયન્સ, એમ્બ્રીઓલોજી, જીનેટિક્સ, ટેસ્ટટ્યુબ બેબી, આઈ.વી.એફ. ટેકનોલોજી, જાતિ નિર્ણાયક પદ્ધતિ, કલોનિંગ, ફલિત અંડકોષનું ગુણન, સર્જરી, નરી આંખે ન જોઈ શકાય એવા બેક્ટેરિયા અને વાઇરસો, ઓપ્થેલમોલોજી, સ્પેસ ટ્રાવેલ, કૃત્રિમ ગર્ભાધાન જેવી ઘણીબધી અલ્ટ્રા મોર્ડન ટેકનોલોજી વિશે લોકો જાણતા હતા.

Gujarati Book-Review by mira : 111673460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now