દહેજના દાનવ સામે હારીને,
ઓઢી લે છે મૌતની ચાદર
એક દીકરી અહીં હસતા મુખે
કહેવાતી ૨૧મી સદીમાં,
ચાલો ઉજવીએ મહિલા દિવસ.
થાય બળાત્કાર દીકરીનો,
મળે પસંદગી અહીં આરોપીને,
પીડિતા સાથે લગ્ન કરવાની,
ન્યાયને નામે.
ચાલો ઉજવીએ મહિલા દિવસ." Neha "
IPSમહિલા પોલીસ અધિકારીની,
થાય છે છેડતી
તેના ઉપરી અધિકારી દ્વારા,
ઉઠાવે જો અવાજ તેનો,
રોકવામાં આવે છે તેને .
ચાલો ઉજવીએ મહિલા દિવસ.
ગંદી નજરનો સામનો કરવો,
ભીડમાં અસહજ સ્પર્શ અનુભવવો,
સાવ સામાન્ય વાત છે અહીં,
ચાલો ઉજવીએ મહિલા દિવસ.
રિવાજોની નામે બેડી તેના પગમાં,
સંબંધોને જોડવાની,
જવાબદારી ફક્ત તેની,
ચાલો ઉજવીએ મહિલા દિવસ.
વર્ષના દિવસો તો છે ૩૬૫,
પણ એક દિવસ જ મળે તેને,
માન-સન્માન ભર્યા અભિવાદનો
તે પણ સાવ દંભી અને બોદ્દા
ચાલો ઉજવીએ મહિલા દિવસ... Neha
ચાલો ઉજવીએ મહિલા દિવસ... Neha