*એકલતા*
આંખ ભીની છે છતા, સૌ કોઈને હસાવી જાઉં છું.
ભીડ વચ્ચે રહી મારી, એકલતા સંતાવી જાઉં છું.
કોઈ આવશે નહીં મનાવવા, માટે હવે રીસાતો પણ નથી.
ખુદથી જ નારાજ થઈ , ખુદને જ મનાવી જાઉં છું.
મારા ખોટા સ્મિતને પણ લોકો, સાચું જ માની બેઠા છે.
હું ખુશ છું, એ હું પોતાને પણ, સમજાવી જાઉં છું.
હું કાચો છું, થોડી લાગણીઓનો વેપાર કરવામાં,
બીજાઓને ખુશીઓ આપી, દર્દને ખુદમાં સમાવતો જાઉં છું.
ખબર જ છે કે, પડદો પડશે,ને ભૂલી જશે આ દુનિયા મને.
છતાં, જીવન રંગમંચ પર, મારું પાત્ર નિભાવી જાઉં છું..!