આંસુ વહી જાય છે
હદય પણ ભારે થઈ જાય છે
જ્યારે તેના પગલા ચારિત્ર્ય ચુકતા જણાય છે
ના નથી હસે દરેક જોડે
પણ દુઃખ અનુભવાય છે
ક્યાંક મર્યાદા છોડતા દેખાય છે
નથી સમજાવા માંગતો એક પણ રીતે
કારણ સમજાવ્યું ઘણું લખીને રીતે
સમજાવું પણ કેમ સંબંધ કયા હતો
ને કયા છે
પણ એક ધબકાર ચુકાય છે
જ્યારે ભુલ કરતા દેખાય છે
થાય સમજણ એ પ્રાથૅના પ્રભુ
બાકી તારા છે તને જ સમજાય છે
અમારે તો બસ હદય ખોવાય છે
મન ભરાય છે
હાથે ગુસ્સો ભટકાય છે
ને બસ આંખે રડાય છે.....
રવિ લખતરીયા