વચન વિવેકી જે નરનારી પાનબાઇ!
તેને બ્રહમાદિક લાગે પાય;
જથારથ વચનની સાન જેણે જાણી પાનબાઇ!
તેને કરવું હોય તેમ થાય..વચન.
વચનમાં સમજે તેને મહાસુખ થાય રે,
ઇતો ગત રે ગંગાજી કહેવાય;
એકમના થઇને આરાધ કરે તો તો,
નકલંક પરસન થાય...વચન.
વચને થાપ અને વચને ઉથાપ પાનબાઇ!
વચનના પૂરા તે તો નહી અધૂરા,
વચનના પૂરા તે તો નહી રે અધૂરા,
વચન લાવો જો ને ઠાઠ...વચન.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઇ,
વચન છે ભક્તિનું જોને અંગ;
ગંગાસતી એમ જ બોલીયા રે,
કરવો વચનવાળા નો સંગ...વચન.