હું મારા ભાવવિશ્વને જ મારો ખજાનો ગણું છું. એક નવાઈની વાત કહું? આપ સૌ આપની અંગત દુનિયા કે જાહેર દુનિયામાં કેવા છો તે હું નથી જોતો, કેમ કે મારી અંગત દુનિયામાં તમે સૌ શ્રેષ્ઠ બની રહો છો. તમે મારી એ દુનિયાની આન, બાન અને શાન છો. આપ સૌ મને પ્રાઉડ feel કરાવો છો. તમારી સાથે મારા વડે કેળવી રખાતી સાતત્યતાનું મુખ્ય કારણ એ છે કે એ ભાવવિશ્વને સરહદો, ઉંમર, સમાજ, જ્ઞાન, રૂપિયા જેવી બાબતો નડતી નથી. હા...મારા એ ભાવવિશ્વમાં સૌ સમાન અને શ્રેષ્ઠ છે.
એકડો પણ ઘૂંટવો હોય તો ત્યાં આપણે બધા સાથે મળીને ઘૂંટીએ છીએ...
-- અનિરુદ્ધ ઠકકર"આગંતુક"