આવો ઉમ્મીદ તણા , દીવા સળગાવી એ,
જીવન તેજોમય ,ખુશ થઈને પ્રજવાળી એ.
શમણાં સરકે છે, ખૂલી આંખો માંહી તુંજો,
વાસ્તવિકતા ને , ખબરદારી માં લાવીએ.
નફરતની નજરોમાં,ગરલ ત્યાં છેજ હળાહળ,
દ્રષ્ટિ અમી કરી, સ્નેહાળ સબંધો બાંધીએ.
આદત પડી છે જોને, મન ને ઉસુલો માંહી,
સત્ય ત્યાં કડવું ખૂદના,આચરણે જાણી એ.
બેહદ શાહી જો સવારી , આલમ રૂહાની,
આનંદે ભીતર જ્યોતિ, ત્યાં પ્રગટાવી એ.
-મોહનભાઈ આનંદ