સપનાની દુનિયા અને
વિચારોનું સામ્રાજ્ય!
આ જ છે જીવનનું સત્ય.
જીવે તો છે સહુ કોઈ,
પણ માણે છે બહુ ઓછાં.
છુપાવે છે દુઃખ રાખી
હસતું મોં અને દબાવે છે
પીડા છુપાવી મનદુઃખ!
નથી જાણતું કોઈ શું છે
એ આંખોમાં? કોઈ સપનું
કે કોઈ વાસ્તવિકતા?
નથી કળી શક્યું કોઈ કે
શું છે આ આંસુરૂપી
ઝરણાંની પેલે પાર!
- સ્નેહલ જાની