"સુખ"
-@nugami.
સુખી થવા માટે શું જરૂરી છે?
- આ પ્રશ્ન બિચારો પોતે અસમંજસમાં છે.
કારણ સુખ ની વ્યાખ્યા દરેક વ્યક્તિ અલગ અલગ કરે છે,
પોતાના અનુભવના આધારે.
આપણે સાંભળ્યું હશે,શરીરે સુખી તો બધી જ વાતે સુખી...
એ પણ સાચું છે.
જો શરીર સારું હશે તો , આપણી આસપાસનું વાતાવરણ, આપણું મન, આપણી આસપાસનો દરેક જીવ ,કુદરતની દરેક કળા બધું જ સારું અને વ્હાલું લાગશે.
પૈસા થી જીવન જરૂરિયાતો ચોક્કસ થી પૂરી થાય છે,
શોખ પણ પૂરા થાય છે,
પણ ,જીવન જીવવાની કળા પૈસા થી નથી મળતી,
એના માટે તો જીવન ને ઘડાવવું પડે છે અનુભવોમાંથી.
એક વાર્તા છે , કદાચ સાંભળી હોય તો,
એક પંડિત હોય છે જે બધા જ શાસ્ત્રો નું જ્ઞાન ધરાવતા હોય છે.એક વાર એમને બહારગામ જવાનું થયું. એ હોડી માં બેઠા.અને એ પંડિત શાસ્ત્રોના જ્ઞાન ની વાતો નાવિક સાથે કરવા લાગ્યા.નાવિક ને પૂછ્યું કે,"શું તું જાણે છે આ બધું?"
તો નાવિક કહે," ના ."
ત્યારે પંડિત કહે,"તો તારું જીવન ધૂળ છે,તને શાસ્ત્રો નું જ્ઞાન નથી ,તો તારું જીવન શું કામ નું?"
નાવિક તો કંઇ બોલ્યો નહિ.
આગળ વધતા સમુદ્રના મોજા વધારે ઉછળવા લાગ્યા.
હોડી માં પણ પાણી ભરાઈ ગયું હતું.
હવે નાવિક ને પંડિત કહે છે,"અરે ,આ શું થાય છે? આપણે શું કરીશું?"
ત્યારે નાવિક કહે છે,"પંડિતજી ,તમને તરતા આવડે છે?"
પંડિત કહે,"ના"
તો નાવિકે સરસ જવાબ આપ્યો," તો પંડિતજી,મારું જીવન ધૂળ છે જેને સમય આવતા ખંખેરી લઈશ.પણ તમારું તો આખું જીવન પાણી માં જશે. સમુદ્ર માં તોફાન આવે છે, તમને તરતાં આવડતું નથી,પણ શાસ્ત્રો નું જ્ઞાન છે ,જે જ્ઞાન સાચા સમયે કામ નાં આવે એ જ્ઞાન શું કામ નું?
એમ કહી નાવિક હોડી માંથી ઉતરીને તરતા તરતા આગળ વધી ગયો,અને પંડિત જોતાં રહ્યાં.
અનુભવથી માણસ ઘડાય છે,વાતો થી નહિ...
જીવન બધા ને મળે છે.કેવી રીતે જીવવું? કંઇ વસ્તુને મહત્વ કયાં સમયે આપવું? આ બધું ફાવી જાય ને તો જીવવું અઘરું નથી.
જીવન હંમેશા કંઇક ને કંઇક છોડતાં શીખવે છે.
જુવાની આવે ત્યારે બાળપણ છોડતાં શીખવે છે,ને ઘડપણ આવે ત્યારે જુવાની,અને મૃત્યુ આવે ત્યારે જીવન .....
જો બધું છોડવું જ છે તો,સુખ ને કેવી રીતે બાંધી શકાય?
ઉંમર પણ એક એક દિવસ પાછળ છૂટતી જાય છે.
જીવનમાં વસંત પણ આવે છે ,અને પાનખર પણ.
જરૂરી એ છે,કે બંને માં સ્થિર કેવી રીતે રહેવું?
જે વિખરાય છે ને ,એને ફરી થી કોઈ વિખેરી શકતું નથી.
જેનામાં દુઃખમાં પણ સુખી રહેવાની આવડત છે,એને સુખી બનતા કોઈ અટકાવી શકતું નથી.
ના કોઈ વ્યક્તિ, ના કોઈ પરિસ્થિતિ......
બધું મેળવી ને તો બધા જ ખુશ થાય છે.
પણ જીવન કદાચ એનું જ હોય છે,જે બધું જ ગુમાવીને પણ હસવાનું જાણે છે.
કદાચ એજ સૌથી વધુ સુખી હોઈ શકે.....
-@nugami.