મુજ અબોલ થી એવી તે શી ભૂલ થઈ
મનની એ ખુશીઓ બસ પીંજરા માં પુરાઈ ગઈ
કળયુગી માનવની માનવતા પણ અમે જોઈ
પંખી સંગ ચણવાની અમારી મિત્રતા પણ ખોઇ
સિમેન્ટના એ ઘરોની અમે સુશોભન બની ગયા
અમે પંખી આ સ્વાર્થી દુનિયાના લોભ માં વહી ગયા
મનુષ્યો નાં શોખ માટે રહી લીધું અમે આ સળિયામાં
શું નહી ફરી શકીએ અમે આ આકાશી સુંદર નઝરિયામાં
આઝાદીના સ્વપ્નમાં અમે પણ ઉડાન ભરી હતી
એક પત્થર ના કટકાથી અમારી પાંખો કપાઈ હતી
શા માટે રાખ્યા છે એમને બંધનમાં
અમે પણ બંધાયેલા છીએ માતૃત્વના સંબંધ માં