જીવનની અમુલ્ય છે હર એક ઘડી;
જીવી લ્યો મિત્રો તમે એને હરઘડી;
જીવન સફર બની જાય ખૂબસૂરત,
સાથ હોય મિત્રો, ભલેને ઘડી બે ઘડી;
મિત્રો સંગાથે જે માણી હતી ક્ષણો,
એજ તો છે જીવનની અનમોલ ઘડી;
આપ્યા છે જો મિત્રો મને તમારા જેવા,
લાગું હું પાય ઇશ્વરને હું ઘડીએ ઘડી;
પ્રભુ પાસે માંગું બસ એક દુઆ "વિએમ"
મિત્રો હોય પાસ, આવે અંતિમ ઘડી;
... ✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)