નોખો માનવ જો,નોખી વાતો છે,
નોખી ચાલે ચાલે , મદમાતો છે.
પરિવર્તન માં પાંગર્યો ,અંબર સુધી,
કાળની ગતિ ક્યાંયે ના રોકાતો છે.
સ્વાર્થી મર્યાદા માં , મ્હાલે છે જો ,
કપડાં પહેર્યા જો , નાગો આખો છે.
રૂઆબ જ છાંટે, પામી જ્યાં ઉપાધી,
વ્યાધી અભિમાની , ચ્હેરો રાતો છે.
આનંદ છે ખોવાયો, ક્યાંય જડે નહિ,
મન માંહી ઉકળે , માયા ઉકાળો છે.
-મોહનભાઈ આનંદ