મારી ડાયરી ના પાને......
રોજ ડે, ચોકલેટ ડે અને કઈક કેટલાય ડે,
આવશે અને જશે
પણ સ્ત્રીને કોઈ પુછશે કે તે શું ઇચ્છે છે ??
ના ઘૂંટણીયે પડીને ગુલાબ આપો,
ના મનગમતા લેખક ની કિતાબ આપો,
ન જોઈએ રૂ જેવા પોચકા રમકડાં,
ન જોઈએ મધમીઠી શાયરી ના ગતકડાં,
હે પુરુષ......
જો આપવું જ છે....તો...
મને મારા ભાગ નું
એક ટુકડો આકાશ આપો....
જ્યાં હું ઉડી શકું....
મન ભરીને વિહરી શકું,
હે પુરુષ.....
એકમેકનાં પુરક આપણે
મૈત્રી ભર્યો બસ સાથ આપો...
એક વ્યક્તિ તણા અધિકાર આપો....
સ્ત્રી હવે પુરુષ સમકક્ષ,
સ્ત્રી હવે પુરુષ થી ચાર કદમ આગળ,
ન શબ્દો ના આવા કાલા હાર આપો,
આંખો માંથી "કામ " ના કાજળ કાઢી નાંખો,
અંદર છુપાયેલી અપેક્ષાઓને બસ ,
એક હદમાં બાંધી રાખો.....
આપવું જ છે....તો....
મને મારા ભાગનું એક ટુકડો આકાશ આપો.....
?? 🖊️ ??
jigna Pandya......