ગંગાસતી ની વાણી...૩૪
🌱🌱🌱🌱🌱🌱🌱
આદિ અનાદિ વચન છે પરીપૂરણ
વચનથી અધિક નથી કાંઈ રે
વચન જાણ્યા થકી શુદ્ધપ્રેમ જાગે રે,પછી તો સુરતા નિર્ગુણમાં સમાઈ રે
આદિ...
ભાઈ રે !
કર્મકાંડ એને નડે નહિ રે,જેને આવ્યો વચનનો વિશ્વાસ રે
પગલું ભરે પણ વચન તપાસે ને,થઈ રહે ગુરુજીના દાસ રે
આદિ...
ભાઈ રે !
જનક વિદેહી ભૂલી ગયા ને,દીધો જેણે પેઘડે પાવ રે
એક વરસ સુધી તેમાં રહ્યા પોતે ને,પછી બદલ્યો વચનનો ભાવ રે
આદિ...
ભાઈ રે !
દેહ છતાં તેને વિદેહી કીધા રે,વચન તણો તે પ્રતાપ રે
ગંગાસતી એમ બોલિયાં રે,જેને નહિ ત્રિવેધી નો તાપ રે.
આદિ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻