પોતાનાં પડખાં નવ જુવે,હાડ ચામડા મુરખ ધુવે;
શુદ્ધ કેમ થાય જો ચામડું,મોટું માંહે એ વાંકડું;
હરી જાણ્યા વિના ભૂલા ભમે,અખા પાર ન પામે ક્યમે. ૧૦
ઇશ્વર જાણે તે આચાર,એ તો છે ઉપલો ઉપચાર;
મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ,અન્ન નોય અન્નમાંની રાખ;
સોનામખી સોનું નવ થાય,અખા આંધળીને પાથરતાં વાણું વાય. ૧૧
🙆♂️અખા ભગત ને વંદન🙏