તનેય શું મારા પ્રેમની જરાક પણ કદર ન'તી?
નિકળીશ તું બેવફા એ મને પણ ખબર ન'તી;
આંખોમાં વસ્યો હતો ફક્ત પ્રેમ તારો, પણ
વાંચી શકે આંખો એટલી તારી નજર ન'તી;
ખીલાવી દેત પ્રેમ તણાં પુષ્પો તારા દિલમાં,
તારા દિલની જમીન પણ ક્યાં બંઝર હતી?
ના કરી શકી તું થોડોક ઇન્તેજાર પણ મારો,
શું તારામાં બાકી રહી થોડીએ સબર ન'તી?
દુખાવ્યું છે દિલ મારું હરદમ આ દુનિયા એ,
એમાં તેંય બાકી છોડી ક્યાં કોઇ કસર હતી?
દેખતો રહેતો હમેશાં હું બસ એક રાહ તારી,
પરંતુ, તું નહીં જ આવે એની મને ખબર ન'તી;
છોડી દિધો હોત મેં આ દેહ મારો કાયારનોય,
પણ, કબ્રસ્તાનમાં ખાલી ક્યાં કોઇ કબર હતી?
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)