આ ફૂલ આ પાંદડા મા કઈ પ્રેમ છે,
બે અલગ આકાર છે છતા એક છે.
ખીલેલા ફૂલને ખીલવું ગમે છે,
લીલા પાંદડાને સુકાવું.!
આ ફૂલ ની સોગત પાંદડા ને લીલુ રાખે,
ને પાંદડા ની સોગત ફૂલને ખીલેલું.
અરસ પરસની ફૂલ ને પાંદડાની યારીમા, ડાળી થઈ જાય છે વાકી ચુકી.
કેમ કરી સમજાવું કે, એક ડાળી માંથી નીકળેલા, બંને છો એકજ ડાળી ના સંતાન,
તમારી પ્રેમ ની ઊર્મિ મા ડાળી ના થાય છે બે હાલ,
ની સ્વાર્થ કાજે એને પણ કપાવું પડે છે, થાય છે હાલ બે હાલ.
ડાળી ને પણ તેના મુળિયા છોડી ને, તમારે કારણે જવું પડે છે.!
"સ્વયમભુ" આ ફૂલ ને પાંદડા ને, એક રાખવા માટે; ડાળી ને પણ સુકાવું પડે છે..!
- અશ્વિન રાઠોડ