મળશે તને પણ ચાહના;
છોડી તો જો તું વાસના;
પોતાનો મતલબ મૂકીને,
રાખ નિઃસ્વાર્થ ભાવના;
રબ પણ રહે તારી સાથે,
કરી તો જો એક કામના;
પ્રખ્યાત થઇશ જગતમાં,
જરુર મળશે તને નામના;
અતરંગી આ જમાનામાં,
મળશે માનવ ઘાટ ઘાટના;
છોડીશ નૈ તું માનવતા તો,
નૈ ભોગવવી પડે યાતના;
મરણોત્તર રહીશ યાદ તું,
નૈ કરવી પડે કોઇ યાચના;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)