આ એની નજર માં, શિકાયત છે શું કરું?
મનને મારા બદલું છું, બીજું તો હું શું કરું;
પ્રાકૃતિક ગુણો માં, પરિવર્તન છે પ્રકૃતિમાં,
સ્વભાવ છે એવો, બદલવા માટે હું શું કરું;
પડી પટોળા પર ભાત , ફાટે પણ ફીટે નહીં,
મન ના સ્વભાવ ને, બદલીને' ય ,હું શું કરું;
પ્રેમ નો માર્ગ છે કંટકો થી, ભરપૂર અહીંયા,
ગુલાબની સેજ બિછાવી ગજબ, હું શું કરું;
આનંદ મસ્ત મૌલા , પોતાની મસ્તીમાં મસ્ત,
રોજ આવી પજવ્યા કરે દોસ્તો, હું શું કરું;
-મોહનભાઈ આનંદ