તારો એ અજાણતા નો સ્પર્શ....
મારા રોમ-રોમમાં ઝણઝણાટ,
મારા અંતરમનમાં ભીંજાશ,
હૃદયમાં જાણે હજારો ઘંટડીઓના રણકાર,
હોઠો પર અજીબ મુસ્કુરાહાટ
જાણે નિજૅવમાં પૂરાતો નવો ઉચ્છ્વાસ
તારો શું મધુર અવાજ.... Bindu
જાણે સુમધુર સંગીત ,
જાણે હજારો વાદ્યોનો ઝણકાર,
અને તારી આંખો જાણી ઊંડો સમુદ્ર....
એમાં જાણી જોય ડૂબવા હું આતુર...
તારો એ અજાણતા નો સ્પર્શ....
-Bindu