Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે લઈને હાથમાં રોઝ,
એણે કર્યો મને પ્રપોઝ,
શબ્દો ખોવાઈ ગયા,
શું આપુ હું એને દોષ,
વર્તન એને લાગ્યું મારુ,
જેમ હોઉ હું એની ક્લોઝ,
એટલેજ કદાચ,
એણે કર્યો મને પ્રપોઝ,
પણ કેમ નથી સમજતો,
મારા મનની વાત,
વાતો કરતી મનની હું,
મન ખોલી એની સાથ,
અર્થ એનો એ નથી કે,
પ્રણય થયો એની સાથ,

કહે કોઈ મને, કે છે
ભૂલ કોઈ મુજમાં??
કે અંતર ન રાખ્યો મે,
દોસ્તી ને પ્રણયમાં???
શું સ્ત્રી ને પુરુષ નો સંબંધ,
ફક્ત હોય પ્રણય માં??
કેમ ના વસાવી શકે,
કોઈ સ્ત્રી પુરુષને એના મિત્રમાં??
મનની વાત મિત્રને કેહવી,
ને મન મૂકીને એના ખભે રડવું,
એવી મિત્રતા નહોય સ્ત્રી પુરુષમાં???
તો કેમ હશે પેલો કૃષ્ણ,
સખા એ ક્રિષ્નાનો,
જ્યાં જલે પળ પળ ક્રિષ્ના,
તો જીવ બળે કૃષ્ણનો???
વિશ્વાસ ને શ્વાસ ની પરિભાષા,
શું અલગ છે પ્રીત ને મૈત્રીમાં???
શું સ્ત્રી ને પુરુષ નો સંબંધ,
હોય ફ્કત પ્રણયમાં???
કહે કોઈ મને, કે છે
ભૂલ કોઈ મુજમાં???
કે અંતર ના રાખ્યો મે,
દોસ્તી ને પ્રણયમાં????
B+ve

Gujarati Blog by Krishna : 111657493
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now