તારી ચાહતનો હું થયો ગુલામ;
તને દિલ આપું કે આપું ગુલાબ;
મારા રૂદિયાની તું જ છો રાણી,
આથી વિશેષ શું આપું ખિતાબ;
દિલના હરેક પાને નામ છે તારું,
વાંચી લે તું મારા દિલની કિતાબ;
મેં તો કર્યો મારા પ્રેમનો એકરાર,
તું પણ આપી દે ને તારો જવાબ;
હોય ઇકરાર કે હોય તારો ઇન્કાર,
એ નિર્ણય સર આંખો પર જનાબ;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)