સુખ દુઃખમાં હંમેશા
મારી સાથે રહેનાર,
મારી પ્યારી કલમ,
મારી પ્યારી સખી...
જીવનમાં પથદર્શક બની,
શબ્દોનું બાણ ચલાવનાર,
મારી પ્યારી કલમ,
મારી પ્યારી સખી....
હંમેશા સાચી સલાહ,
સાચી રાહ ચીંધનાર,
મારી પ્યારી કલમ,
મારી પ્યારી સખી...
"રાજલ" ને જીવનમાં,
લખતાં શીખવનાર,
મારી પ્યારી કલમ,
મારી પ્યારી સખી....
-Rajeshwari Deladia