આવીશ સખી બની જીવનમાં મારી,
સખીમાં પણ સૌથી ખાસ બનીશ મારી,
એની ક્યાં ખબર હતી મને....
સાથ તો ઘણાં પહેલા પણ આપતાં હતાં મને,
પણ ડગલે પગલે તું જ સાથ આપીશ મને,
એની ક્યાં ખબર હતી મને.....
મન તો મારુ હતું જ પહેલાથી ખૂબ ચંચળ,
આવી તું એને ખૂબ જ હિંમત આપશે,
એની ક્યાં ખબર હતી મને....
જિંદગી તો પહેલા પણ જીવતી હતી "રાજલ",
પણ તું જ મારી જીવવાની ચાહ બનશે,
એની ક્યાં ખબર હતી મને.....
-Rajeshwari Deladia