દિકરી
પપ્પાનો એ “પ” કહેશે મમ્મીનો “મ” કહેશે
પા..પા.. પગલી ભરતી દિકરી કાલે મોટી થાશે..
વ્હાલનું તે છે એક ઝરણું તે હરખમાં મલકશેને મલકાવશે
ક્યાંરે ક ઘુટણિયે ચાલતી દરેક દિશા લાગણીથી દીપાવશે
વિરની તે વિરતા,માનવતાને સુતરના એક તાંતણે વણાશે
જીવનમાં હર્ષ, આંનદ, ઊર્મિયાઓને એક નવી અભિલાષા
પપ્પાનો એ “પ” કહેશે..
જોત જોતાં માં આ વ્હાલી દિકરી શાળામાં ભણવા જાશે
પરિણામ સૌથી ઊચું લાવી સમાજ માં નામના મેળવશે
પપ્પાના તો પ્રત્યેક હદયના સ્પંદનમાં તેનુ નામ લખાશે
મમ્મીના સૌ કાર્ય કરીને બસ તેને માત્ર દિકરીજ દેખાશે
પપ્પાનો એ “પ” કહેશે..
લો હવે આવી આ વ્હાલ સોઈ દિકરીની વિદાય વેળા,
ચોરીના એ ફેરમાં જગત આખાનું શ્રેષ્ટ કન્યાદાન કરશે.
પપ્પા-મમ્મી તો એક હદયનો ટુકડો વર પક્ષને સોપશે
ગલી શેરી આજ સુની થાશે માત્ર આસું નું ઝરણું વહેશે
પપ્પાનો એ “પ” કહેશે..
દીકરીતો બે કુળનો દિવો પ્રગટી ને પ્રકાશ ફેલાવશે
દીકરીએજ એક વરદાયની દીકરીએજ એક કલ્યાણી
કુલ ઉધારિણી, તેજ કાળી, દુર્ગા, લક્ષ્મીને સરસ્વતી
દીકરીતો જગત જનની દીકરી એજ “ભાગ્ય વિધાતા”
પપ્પાનો એ “પ” કહેશે મમ્મીનો “મ” કહેશે
પા..પા.. પગલી ભરતી દિકરી કાલે મોટી થાશે..
સુનિલકુમાર એન શાહ
(બી.કોમ,એમ.કોમ,બી.એડ,એલ.એલ.બી)
આજે મારી દીકરીના જન્મ દિન નિમિતે આ કવિતા હું આપની સમક્ષ આ સુંદર રજુઆત જેમાં દરેક પુત્રીના જીવન વિષેની નો પરિચય દર્શાવેલ છે.