નોખો માનવ જો,અનોખી વાતો છે,
નોખી ચાલે ચાલે , ત્યાં મદમાતો છે.
પરિવર્તને પાંગર્યો ,અંબર સુધી જો,
કાળ ગતિમાં , ક્યાંયે ના રોકાતો છે.
સ્વાર્થી મર્યાદા માં ,મ્હાલે છે જો ને,
કપડાં પ્હેરી બેઠોને ,ભીતર નાગો છે.
રૂઆબ જ છાંટે, પામી જ્યાં ઉપાધી,
વ્યાધી અભિમાની નો ચ્હેરો રાતો છે.
આનંદ પછી ખોવાયો જડતો જ નથી,
રોમે રોમ મહીં ત્યાં, માયિક ઉકાળો છે.
-મોહનભાઈ આનંદ