ચાર ડગલાંના સાથમાં જ તો તમે થાકી ગયા;
સફરની શરૂઆતમાં જ તો તમે થાકી ગયા;
મંઝિલ હજુ ઘણી દૂર છે આ જીવનપથની,
જીવનની બુનિયાદમાં જ તો તમે થાકી ગયા;
સદા સાથ નિભાવાનો વાયદો હતો આપણો,
ભવસાગરની મઝધારમાં જ તમે થાકી ગયા;
વસંત જરૂર ખીલે છે પાનખરના ગયા પછી,
જરાક અમથી વાછટમાં જ તમે થાકી ગયા;
મરણોત્તર નિભાવીશ હું સાથ તમારો, પણ
જીંદગીના પહેલા પડાવ માં તમે થાકી ગયા;
...✍️વિનોદ. મો. સોલંકી"વિએમ"
GETCO Tappar (GEB)