🙏🏻
" ભાઈ રે !
જાણવી હોય તો વસ્તુ જાણી લે જો પાનબાઈ
નિકર જમીનમાં વસ્તુ જાશે,"
કોઈ આપણને પાણીનો પ્યાલો આપે,તે તાત્કાલિક આપવામાં આવે આપણે બેધ્યાન હોઈએ,આપણો હાથ પ્યાલાને લાગે,પાણી જમીનમાં ઢોળાઈ આતો સ્થૂળ વાત થઈ
માં ગંગાસતી કઈક બીજી તરફ આપણું ધ્યાન દોરે છે.આપણી અંદર સ્વંય પરમાત્મા બિરાજમાન છે.ગુરુ પ્રત્યેનું સમર્પણ,ગુરુનું સાનિધ્ય,ગુરુની એકતા,તેમનો પ્રેમ,તેમના દ્વારા થતો શક્તિસંચાર,તેમના દ્વારા થતી દિવ્ય પ્રેમની વર્ષા.આ દિવ્ય પ્રેમની અનુભૂતિથીજ આપણી ભીતર માં દિવ્ય પ્રેમ તેની અનુભૂતિ થાય છે.
આ દેહનું મૂલ્ય સમજાય છે,પરંતુ જે અવસર મળ્યો,સદગુરૂની કૃપા તો થઈ,પરંતુ અવસરનો જો ઉપયોગ ન કરી શકીએ,મળે તો ખરું,પરંતુ માણી ન શકીએ,તો આ જીવન ધૂળ બરાબર થઈ ને ઉભું રહે છે.દેહની અંદરના પરમાત્માને જાણી લઈએ અથવા તો કહીએ સ્વંયને જાણી લઈએ તો જીવન ધન્ય છે,નહિતર ગુરુએ જે કઈ આપ્યું તે જમીનમાં ઢોળાવા બરાબર છે.આપણો આ દેહ જો જાણીએ તો મૂલ્યવાન છે.જેમાં પરમાત્મા વિરાજમાન છે.
👏🏻