લાગણીનું કંઈ ભાષાંતર કર્યું,
એમણે થોડું હવે અંતર કર્યું,,
ના બુલાયું કોઈ એવું નામ જો,
એમણે કેવું જરા મંતર કર્યું,
નીચવી નાખી અમે તો જાતને,
હા જુઓ કંઇક અમે અત્તર કર્યું,
લાજ સચવાઈ ગઈ છે પ્રેમની,
લાગણીનું કૈક વસ્તર કર્યું,
શબ્દ ફૂટે લાગણીના જો ઘણા,
એ લખીને કૈક શાસ્તર કર્યું,
જો વહીને જાય છે જળ આંખથી,
જિંદગીનું જો કેમ કસ્તર કર્યું?
એકધારો ધોધ દેખાશે આંસુનો,
છેદ મુક્યો એવું કૈ નસ્તર કર્યું,