ऋते ज्ञानात् मुक्ति:।।
ઉપનિષદ નો ઋષી કહે છે. જ્ઞાન થી જ મુક્તિ છે.
જે અનુભૂતિ છે ઈન્દ્રિયોની એને જ્ઞાન કહેવાય.
તે પ્રત્યક્ષપણે જોવું સાંભળીને સુંઘવાથી, સ્પર્શ થી
થાય છે. તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે
જે મન અને બુદ્ધિ દ્વારા તર્ક કરી ને અનુભૂતિ કરાવે
એ પરોક્ષ જ્ઞાન કહેવાય છે.
આ બુધ્ધિ ગત જ્ઞાન ની મર્યાદા ઓ છે. તે સ્થૂળ અને સૂક્ષ્મ માં તર્કશક્તિ થી બુધ્ધિ શક્તિ જાણી શકે છે.પરંતુ સૂક્ષ્મ તર કે સૂક્ષ્મ તમ કે કારણ જગત ને જાણી શકે નહિ.
ત્રીજું જ્ઞાન છે. એ અપરોક્ષ અનુભૂતિ નું જ્ઞાન
આ જ્ઞાન અતિન્દ્રિય અનુભૂતિ છે. મન બુધ્ધિ ની સીમા પાર નું જ્ઞાન છે. સત્ય જ્ઞાન છે. એ પ્રાકૃતિક નથી. એ વિષયોનું જ્ઞાન નથી. એ બ્રહ્માંડના અસ્તિત્વ નું જ્ઞાન છે. આત્મા ની અનુભૂતિ નું જ્ઞાન છે.જે અબદલ છે.
-મોહનભાઈ આનંદ