Gujarati Quote in Quotes by HARPALSINH VAGHELA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

       સમય સાથે ચાલી લઈએ
"જીવન મળ્યું છે એકજ વાર લાવ ને તેણે માણી લઈએ"
કુદરત પણ આજે રંગીન બની ને પુષ્પ ને સ્પર્શી લઈએ "

  "આંખોની પાંપણ આજે, પ્રેમભરેલી યાદો વાંચી લઈએ "
  પ્રેમ ભરેલું સ્મિત લાગણી કેરી દોરથી ફરી બાંધી લઈએ "

"સમય તો આજે છે, કાલે કોણે જોયું છે કેવું હશે કાલ ?
લાવ ને આજ મળ્યો છે સમય એકપળ માણી લઈએ "

"તારું સ્મિત જોઈને હરખાતું હશે કોઈ મનમાં ને મનમાં
સ્મિત ક્યારે જોઈ શકીશ,તે યાદને એકવાર તેને સ્પર્શી "

 "જૂની યાદોનો પિટારો ફરી એકવાર ખોલી સહેજ થોડી,
ધૂળખંખેરી ને તે વિદ્યા મૂકેલું પાનું શોધી ફરી વાંચી લઈએ"

"એકપળ મળ્યા તે સમય વિતી ગયો હવે ક્યારે મળીશું ફરી
ખબર નથી લાવને  ફરી તેજ કોલેજ બેંચ ને ચૂમી લઈએ "

" કોલેજકાળનો સમય, આપણું ગોલ્ડન વર્ષ કેહવાય છે ને
જૂના મિત્રોરૂપી સોના સાથે ફરી એકવાર ત્યાં મળી લઈએ"

"લાવ ને બાળપણ ની પેલી સંતાકૂકડી ફરી રમવા મળશે કે શું
તો એકવાર હું મારા તેજ જૂના મિત્રો  સાથે મળી રમી લઈએ"

સાચું કહું તો લાવને તારા આ સ્મિત ને હમેશાં  મારા દિલરૂપી
તે કેમેરા માં જીવનની જૂની યાદો હંમેશા માટે સાચવી લઈએ"

Gujarati Quotes by HARPALSINH VAGHELA : 111654364
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now