Gujarati Quote in Poem by Patel anjali

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા ચહેરા પરનું લખાણ
મને કંઈક કહી રહ્યું હતું
ગેરહાજરીની ફરિયાદ આજે પૂર્ણ થઈ
એમ જણાવી રહ્યું હતું...

કાજળ તમારી આંખોનું
આવતા અશ્રુને રોકી રહ્યું હતું
નજર ઉઠાવી જયારે જોયા તમને
ત્યારે એવું લાગી રહ્યું હતું...

ખુદને મનાવી વેદનાને છુપાવતા
તમને આવડતું હતું
એટલે જ હોઠ પર આવતા સ્મિત
કદાચ અચકાઈ રહ્યું હતું...

પવનમાં ભળતી તમારા અત્તરની સુવાસ
તનને મારા મહેકાવવા લાગી હતી
જોઈને લલાટ પર લાગેલી બિંદીને
ચુંબન કરવાનું તમને મન થઈ રહ્યું હતું...

આવ્યો તમારી ઝાંઝરનો છમ્મ છમ્મ અવાજ
'ને હું તો ઘેલો થઈને ઝૂમવા લાગ્યો હતો
પછી તો ફક્ત તમને જ જોયા કરવાનું
આ હૈયું મારું જીદ કરી રહ્યું હતું...

અંજલિ ✍️

Gujarati Poem by Patel anjali : 111654053
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now