ખાલીપણું જરૂર હોય છે,
શૂન્ય જેવું ક્યાંક હોય છે,
લય ને જાણે છે અપરોક્ષ,
વૃત્તિ વિહિનતા , હોય છે.
જીવ જગત અને જગદીશ,
કોઈ કર્તા , અકર્તા હોય છે.
અજાણે જાણે ,વિરલ કોઈ,
જાણકાર અજાણ, હોય છે.
મન બુધ્ધિ ઈન્દ્રિયો ક્યાં માપે ?
અતિન્દ્રિય અનુભૂતિ હોય છે.
-મોહનભાઈ આનંદ