જેણે કર્યો હોય પ્રેમ એ આંગળી ઊંચી કરે,
રાત દિવસ જોયા વિના જે જાગ્યા હોય
એ આંગળી ઊંચી કરે,
દરેક કામ કર્યા પહેલા અને પૂરું થયા પછી તરત,
એની સાથે વાત કરવા દોડ્યા હોય
એ આંગળી ઊંચી કરે,
ભેટ માં દિલ ના આકારવાળી વસ્તુઓ શોધી હશે,
આપી ને પછી ખૂબ ખુશ થયા હોય
એ આંગળી ઊંચી કરે,
યુવાની માં બાળક ની જેમ મોઢું ચડાવ્યું હશે,
એ મનાવે તો ખોટા ગુસ્સાથી ફરી રિસાયા હોય
એ આંગળી ઊંચી કરે,
એકાંત શોધવા માટે કલાકો ફર્યા હશે,
પછી પાંચ મિનિટ વાત કરી છુટ્ટા પડ્યા હોય
એ આંગળી ઊંચી કરે,
એક નાનો એવો સ્પર્શ પણ પૂછી પૂછી ને કર્યો હશે,
પછી કરીને એ યાદ આખી રાત જાગ્યા હોય
એ આંગળી ઊંચી કરે,
એને જોવા બાલ્કની બહાર મધરાતે ગયા હશે,
મંદિર માં જઈ એને જ સાથી ફરી ફરી માંગ્યા હોય
એ આંગળી ઊંચી કરે,
એના અબોલે ખાવા અને પીવાનું છોડી દીધું હશે,
પછી એક સોગંદ થી બધી વાતો જેણે માની હોય
એ આંગળી ઊંચી કરે,
ખાંસી આવે તો પીઠ પર એની હાથ ફેરવ્યો હશે,
અને ઘરમાં જેણે સંતાડી ને એનો ફોટો રાખ્યો હોય
એ આંગળી ઊંચી કરે,
જેણે કર્યો હોય પ્રેમ એ આંગળી ઊંચી કરે....