જ્યારે લોકો એક બીજા થી વિખૂટાં થઈ રહ્યા હતા,
ત્યારે હું સાથી સાથે જિંદગી ની કલ્પના ઓ માં વ્યસ્ત હતી,
તું હતો ને મારા હાથ માં તારો સાથ હંમેશા મૂકી રાખવાને....
જ્યારે લોકો પાસે જિંદગી ની ફરિયાદો નહોતી ઘટતી,
ત્યારે મારી જિંદગી કંઈક અનહદ ઉત્તમ વીતી રહી હતી,
તું હતો ને જિંદગી ઉત્તમ બનાવવા....
જ્યારે લોકો પ્રેમ પર થી વિશ્વાસ ખોઈ બેઠા હતા,
ત્યારે હું પ્રેમ ને સર્વસ્વ માનતી થઈ હતી,
તું હતો ને પ્રેમ ને સમજાવવા.....
જ્યારે લોકો પ્રેમ માં મરવાના વચનો આપી રહ્યા હતા,
હું જીવવાનું વચન આપી રહી હતી,
તું હતો ને આખું જીવન મારી સાથે ચાલવાને ને....
-PARL MEHTA