સક્ષમ છું મુજને ખુશ રાખવા
સહારાની જરુરત નથી,
સક્ષમ છું મુજને પ્રેમ કરવા
પાત્રતાની જરુરત નથી,
સક્ષમ છું મુજને શાંત કરવા
સહાનુભૂતિની જરુરત નથી,
સક્ષમ છું મુજને રીઝવવા
બહાનાની જરુરત નથી,
સક્ષમ છું મુજને સમજવા
માપદંડની જરુરત નથી,
સક્ષમ છું મુજને મદદ કરવા
સથવારાની જરુરત નથી,
સક્ષમ છું મુજની લડાઇ લડવા
ઓજારની જરુરત નથી,
સક્ષમ છું મુજ માં લય થવા
આયનાની જરુરત નથી.