હેમન્ત દેસાઇને મનગમતું ગમ્યું
–“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ
– રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી.
– ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા
દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
‘ ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ
– ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ
ગુલાલ.”
– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું
– “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે
જેથી મધ્યવયમાં છોડી શકાય !”
– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે
ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો
જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
– જયંતિ દલાલનું સચોટ વાક્ય
– ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું
ભયંકર લાગતું જ નથી. “
– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભર્યા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું
છું જિંદગી ધોવાય છે.
– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના
સ્વામી,”
– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી
ભરી ત્યાં આપની,
– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો.
‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું
કલમને, ને હાથ આખેઆખો બળ છે?
– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને
બનવું તમારી શિષ્ય
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે
ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ
આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ
આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે
કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી,
“જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો
વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.
“તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે
છે સમાજમાં.” ,.
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય
ઉજાગરા થાય છે.”
અજ્ઞાત