આંખમાં આસું અને ગર્વ સાથે,
ભરી સલામ આપી કાંધ શહિદ પતિને.
સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વીરાંગના
બહેનનો ભાઈ બની,સાસુ નો દીકરો બની,
બાળકોના માં બાપ બની,બની આધાર સ્તંભ કુટુંબનો.
સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વિરંગનાને ,
કરી આરતી,લગાવી વિજય તિલક,મોકલ્યા મિશન પર,
દુવા માંગી પીડિતોની સલામતીની.
સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વીરાંગનાને
વર્દીમાં નિહાળી દીકરીને, દેખી ઝલક પતિની,
ફરી હર્ષ ભરી આંખે કીધી સલામ.
સલામ છે એ વીરાંગનાને સલામ છે એ વીરાંગનાને,
માં બની ફરજ નિભાવી,સાકાર કર્યું સપનું તારા પિતાનું,
કરી તિલક મિટ્ટી નું,ગુડિયા મારી માં થી પણ પર છે તારી આ માતૃભૂમિ
સલામ છે એ વીરાંગનાને સલામ છે વીરાંગનાને ..✍️
Krupali kapadiya