કોઈ ખીલ ખીલ હસાવી ગયું;
તો, કોઈ દડ દડ રડાવી ગયું;
પ્રેમના બે મિઠા બોલ બોલીને
કોઈ મ્લાનમાં મલકાવી ગયું;
તો કોઈ મૌન રહીને પણ,
દિલના હાલ બતાવી ગયું;
કોઈ નજર થોડી ઝુકાવીને,
દિલમાં અરમાન જગાવી ગયું;
તો કોઈ દિલ સાથે રમત રમીને,
પોતાનું દિલ બહેલાવી ગયું;
અજીબ સબંધ છે પ્રેમનો,
જે હરકોઇ ના નિભાવી શક્યું;
કોઈ પ્રેમમાં હારી ગયું "વિએમ"
તો કોઈ અહીંયાં હરાવી ગયું;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)